ઉંભેળ ગામે હોટલના પાર્કિગમાંથી વિદેશી દારૂ ભરેલો ટેમ્પો ઝડપાયો

146

બારડોલી : જિલ્લા LCB ની ટીમે કામરેજના ઉંભેળ ગામે હોટલના પાર્કિંગ માંથી ઉભેલા ટેમ્પા માંથી મોટી માત્રામાં વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો.પોલીસે ટેમ્પો ચાલકને વોન્ટેડ જાહેર કરી ગુના સંદર્ભે 5.04 નો મુદ્દામાલ કબ્જે લીધો હતો.

મળતી માહિતી અનુસાર સુરત જિલ્લા LCB પોલીસની ટિમ પોલીસ મથકે હાજર હતા.જે દરમિયાન આ.પો.કો.દીપકભાઈ અનિલભાઈ તથા અ. પો.કો.અલ્તાફભાઈ ગબરૂભાઈને સયુંકત રાહે મળેલ બાતમી આધારે કામરેજ તાલુકાના ઉંભેળ ગામની હદમાં આવેલ ખેતેશ્વર હોટલની પાર્કિંગમાં બિનવારસી હાલતમાં ઉભેલ ટાટા ઇન્ટ્રા નંબર MH 48 CB 5095 માં ચેક કરતા ટેમ્પામાંથી વિવિધ બ્રાન્ડની 2376 નંગ બોટલો મળી આવી હતી.પોલીસે ટાટા બિનવારસી ટેમ્પોની કિંમત 3 લાખ તેમજ 2.04 લાખની કિંમતી દારૂ મળી કુલ 5.04 લાખનો મુદ્દામાલ કબ્જે કરી ટેમ્પા ચાલકને વોન્ટેડ જાહેર કર્યો હતો.

Share Now