કેન્દ્રીય મંત્રી રહેલા બાબુલ સુપ્રિયો TMCમાં જોડાયા. તાજેતરમાં જ કેન્દ્રીય મંત્રિમંડળમાં ફેરબદલ પછી સુપ્રિયોએ બીજેપી છોડી હતી.એક સમયે વડાપ્રધાન મોદીના ખાસ ભક્ત માનવામાં આવતા હતા બાબુલ સુપ્રિયો. બાબુલ સુપ્રિયોનું સ્ટાર કેમ્પેઈનિંગમાં તેમનું નામ હતું.બાબુલ સુપ્રિયોને હવે ટીએમસીમાંથી રાજ્યસભામાંથી ચૂંટણી લડાવે તેવી પણ શક્યતા છે.
પશ્ચિમ બંગાળની ચૂંટણી પહેલા ઘણા દિગ્ગજ નેતાઓએ ટીએમસીનો સાથ છોડી ભાજપમાં જતા રહ્યા હતા.જો કે વિધાનસભા ચૂંટણી પરિણામ બાદ એક પછી એક ઘણા નેતાઓએ ટીએમસીમાં વાપસી કરી છે.જો કે, હવે સામે આવેલા નવા સમાચારથી ભાજપને મોટો ઝટકો લાગશે કારણ કે, કેન્દ્રીય મંત્રી રહેલા ભાજપના નેતા બાબુલ સુપ્રીયોએ પાર્ટી છોડી દીધી છે અને TMCમાં સામેલ થયા છે.નોંધનિય છે કે તેમણે થોડા દિવસ પહેલા જ ભાજપમાંથી રાજીનામું આપી દીધુ હતું. બાબુલ સુપ્રીયોએ ટીએમસી સાંસદ અને મમતા બેનર્જીના ભત્રીજા એભિષેક બેનર્જી અને ડેરેક ઓ બ્રાયનની હાજરીમાં ટીએમસીની સદસ્યતા ગ્રહણ કરી છે.
બાબુલ સુપ્રીયોના પાર્ટીમાં આવવા અંગે ટીએમસીએ જણાવ્યું કે, ટીએમસીના મહાસચિવ અભિષેક બેનર્જી અને રાજ્યસભા સાંસદ ડેરેક ઓ બ્રાયનની હાજરીમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી અને હાલમા સાંસદ બાબુલ સુપ્રીયો ટીએમસીમાં જોડાયા છે.અમે આ અવસરે તેમનું પાર્ટીમાં સ્વાગત કરીએ છીએ.
નોંધનિય છે કે, જૂલાઈ મહિનામાં પૂર્વ કેન્દ્રીય મંત્રી અને બંગાળમાં ભાજપના મોટા નેતામાં સામેલ બાબુલ સુપ્રીયોએ રાજનીતિને બાય બાય કહી દીધુ હતું.તેમણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરીને કહ્યું હતુ કે, તેઓ રાજનીતિમાં સમાજસેવા માટે આવ્યા હતા.હવે તેમણે પોતાની રાહ બદલવાનો નિર્ણય કર્યો છે.