અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં યુક્રેનના એક વિમાનને હાઈજેક કરવામાં આવ્યું છે.આ વિમાન યુક્રેની નાગરિકોને બહાર કાઢવા અફઘાનિસ્તાન પહોંચ્યું હતું.યુક્રેના ડેપ્યુટી વિદેશ મંત્રી યેવગેની યેનિને મંગળવારે આપી છે.મંત્રીએ કહ્યું કે ગત રવિવારે કેટલાક લોકોએ અમારા વિમાનને હાઈજેક કર્યું હતું.જેને કેટલાક અજ્ઞાત લોકોએ પોતાના કબજામાં લઈ લીધું છે.યુક્રેન સરકારના ડેપ્યુટી વિદેશ મંત્રીએ માહિતી આપી છે કે રવિવારે જ અમારા પ્લેનને અજ્ઞાત લોકો દ્વારા હાઈજેક કરવામાં આવ્યું છે. મંગળવારે આ વિમાનને ઈરાન લઈ જવામાં આવ્યું છે, જેમાં અજ્ઞાત લોકો છે.
હજી પણ આશરે 100 યૂક્રેની અફઘાનિસ્તાનમાંએજેન્સી પ્રમાણે જે લોકોએ આ વિમાનને હાઈજેક કર્યુ છે તે દરેક હથિયારોથી સજ્જ હતા.હજી એ જાણકારી મળી નથી કે કોણે આ વિમાનને હાઈજેક કર્યુ છે.યૂક્રેન દ્વારા સતત પોતાના લોકોને અફઘાનિસ્તાનથી રેસ્ક્યૂ કરવામાં આવી રહ્યા છે.જાણકારી પ્રમાણે અત્યાર સુધી 83 લોકોને કાબુલથી કીવ સુધી લાવામાં આવ્યા છે.તેમાં 31 યૂક્રેની નાગરિક પણ સામેલ હતા. અફઘાનિસ્તાનમાં હજી પણ આશરે 100થી વધુ યૂક્રેની નાગરિક હાજર છે,જેમને રેસ્ક્યુ કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.