અંડરવર્લ્ડ ડોન છોટા રાજનને કોરોના : એમ્સમાં સારવાર હેઠળ, મોતની ખબર અફવા : AIIMS હોસ્પીટલે કરી મોટી સ્પષ્ટતા

380

અંડરવર્લ્ડ ડોન છોટા રાજનનું કોરોનાવાયરસના કારણે મોત નિપજ્યું છે એ ખબર અફવા હોવાનું દિલ્હી એમ્સમાંથી જણાવવામાં આવેલ છે.છોટા રાજનને છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાની સારવાર માટે એમ્સ હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યો છે.છોટા રાજન તિહાડ જેલમાં તેની સજા ભોગવી રહ્યો હતો.તે દરમિયાન કોરોના સંક્રમિત થયો હતો.એપ્રિલના છેલ્લા સપ્તાહમાં તેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા સારવાર માટે એમ્સ હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યો હતો.થોડા દિવસોથી તેની સ્થિતિ નાજુક છેેે અને સારવાર ચાલી રહી છે.

છોટા રાજન ઉપર અપહરણ અને હત્યાના અનેક મામલાઓ સહિત 70થી વધુ કેસ નોંધાયેલા છે.મુંબઈના સિનિયર પત્રકાર જ્યોતિર્મય ડેની હત્યાના આરોપમાં છોટા રાજનને આજીવન કેદની સજા સંભળાવવામાં આવી હતી.જોકે છેલ્લા દિવસોમાં તેને હનીફ કડાવાલાની હત્યાના કેસમાં વિશેષ સીબીઆઇ કોર્ટે નિર્દોષ જાહેર કર્યો હતો.મુંબઈમાં 1993માં થયેલા સિરિયલ બોમ્બ બ્લાસ્ટમાં છોટા રાજનની સંડોવણી હોવાનું જાણવા મળેલ છે.

ગેંગસ્ટર છોટા રાજનનું દિલ્લીની AIIMS હોસ્પીટલમાં કોરોનાથી મોત થયું છે તેવા સમાચાર વાયરલ થવા લાગ્યા હતા. પરંતુ હવે તેને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે.તે હજુ પણ કોરોનાની જંગ લડી રહ્યા છે.તેની સ્પસ્ટતા એએનઆઈએ ટ્વીટ દ્વારા કરી છે.

અન્ડરવર્લ્ડ ડોન છોટા રાજનનું કોરોના વાયરસના સંક્રમણના કારણે મોત થયું ગયું છે.છોટા રાજનને છેલ્લા થોડા દિવસો કોવિડ સંક્રમણથી સારવાર માટે એમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. છોટા રાજનને તિહાડ જેલમાં બંધ રહેવા દરમિયાન કોરોના થઈ ગયો હતો.

ઉલ્લેખનીય છે કે, એપ્રિલના અઠવાડિયામાં તેમની રિપોર્ટ પોઝીટીવ આવ્યા બાદ તેમને હોસ્પિટલમાં એડમીટ કરવામાં આવ્યા હતા. ઘણા દિવસોથી તેમની પરીસ્થિતિ ખરાબ બની હતી, પરંતુ શુક્રવારના રોજ તેમને દમ તોડી દીધો હતો. છોટા રાજન પર અપહરણ અને હત્યાના ઘણા કેસો સહિત ૭૦ થી વધુ કેસ નોંધાયેલા હતા. તેમને મુંબઈના સીનીયર પત્રકાર જ્યોતિર્મય ડેની હત્યામાં દોષી ઠરતા તેને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. તેમ છતાં છેલ્લા દિવસોમાં તેમને હનીફ કડાવાલાની હત્યાના કેસમાં વિશેષ સીબીઆઈ કોર્ટે તેમને નિર્દોષ જાહેર કર્યા હતા.

મુંબઈમાં ૧૯૯૩ માં થયેલ સીરીયલ બ્લાસ્ટમાં પણ છોટા રાજન આરોપી હતો.છોટા રાજનનું રીયલ નામ રાજેન્દ્ર નીકાલજે હતું. ૨૦૧૫ માં તેમને ઇન્ડોનેશિયાથી ભારતીય લાવવામાં આવ્યા હતા. ૨૬ એપ્રિલના તેને કોરોના સંક્રમણની સારવાર માટે એમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. તિહાડ જેલના એક અધિકારીએ ૨૬ એપ્રિલના એક કેસની સુનાવણી દરમિયાન જણાવ્યું હતું કે, છોટા રાજનને વિડીયો કોન્ફરન્સ પર રજૂ કરવામાં આવી શકશે નહીં. જેનું કારણ એ છે કે, તે કોરોના પોઝીટીવ છે અને તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

Share Now