વરિષ્ઠ પત્રકાર ઉદય માહુરકરનું મુખ્યમંત્રી રૂપાણીના હસ્તે સન્માન

53

ગુજરાતના વરિષ્ઠ પત્રકાર અને દેશના ઈન્ફર્મેશન કમિશનર તરીકે પસંદગી પામનારા ઉદય માહુરકરનું અમદાવાદમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.માહુરકર ગુજરાતના ઈન્ફર્મેશન કમિશનર તરીકે પસંદગી પામનારા પ્રથમ પત્રકાર છે. તેમને રૂપાણીએ ગુજરાતનું ગૌરવ ગણાવી તેમનું ઉષ્માસભર સન્માન કર્યું હતું.ઉદય માહુરકર એવા પ્રથમ પત્રકાર છે જેમને રાઈટ ટુ ઈન્ફર્મેશન એક્ટ 2005 હેઠળની કેન્દ્રીય ઈન્ફર્મેશન કમિટીમાં 10 ઈન્ફર્મેશન કમિશનરની શ્રેણીમાં સ્થાન મળ્યું છે.રૂપાણીએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે અત્યાર સુધી એવું બનતું આવ્યું હતું કે નિવૃત્ત અધિકારીઓને જ ઈન્ફર્મેશન કમિશનર તરીકે નિમણૂક મળતી હતી પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ પદ પર એક પત્રકારની નિમણૂક કરીને નવી પહેલ કરી છે.

એક સ્વસ્થ લોકતંત્ર માટે આ એક નોંધપાત્ર પગલું છે.રૂપાણીએ જણાવ્યું હતું કે અત્યાર સુધી લોકોના અવાજને બુલંદ કરવાની જવાબદારી નીભાવનારા વ્યક્તિત્વને આ જવાબદારી સોંપાવી જોઈએ. ઉદયભાઈ એક વિચારધારાને સમર્પિત રહ્યા છે અને એ વિચારધારા માટે લડવાની હિંમત પણ તેમની પાસે છે.મને પૂર્ણ વિશ્ર્વાસ છે કે પોતાની આ નવી ભૂમિકામાં ઉદય માહુરકર સામાન્ય લોકોના હિતોની રક્ષા માટે એ જ સમર્પણ દર્શાવશે અને લોકશાહીની મશાલને વધારે પ્રકાશથી પ્રજ્વલ્લિત કરશે.

Share Now

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here