આસામ ચૂંટણીમાં મારવાડી સમાજનો દબદબો : રાજકીય પક્ષો રાખે છે ખાસ ધ્યાન

85

ગુહાવટી : રાજસ્થાનના મારવાડી સમાજના લોકો વેપાર માટે દેશ-વિદેશમાં ખૂણે-ખૂણે વસ્યા છે.આસામના પણ ઘણા વિસ્તારોમાં તેમનું દરેક ક્ષેત્રમાં વર્ચસ્વ છે.જેથી રાજકીય પક્ષો પણ મારવાડીઓનું ખાસ ધ્યાન રાખે છે.આ વખતે તેજપુરકની દેકીયાઝૂકી વિસ્તરથી ભાજપે મારવાડી સમાજના અશોક સિંઘલને ઉમેદવાર બનાવ્યા છે.

આસામમાં લગભગ ૮ થી ૧૦ લાખ મારવાડી વસે છે.દરેક ગામ અને જીલ્લામાં મારવાડી નજરે પડે છે.ડિબ્રુગઢમાં એક બજારનું નામ મારવાડી પટ્ટી છે.અહીં ફકત મારવાડી લોકોની દુકાનો-શો રૂમ છે.તેવી જ રીતે તિનસુકીયામાં અનાજથી લઇને ચા સુધીના વેપારમાં મારવાડીઓના કબ્જો છે.

વેપાર સાથે સમાજ સેવામાં પણ મારવાડી સમાજ અવ્વલ રહે છે.ધર્મશાળા સંચાલનની સાથે અનેક સેવાકીય કાર્યો કરે છે.તેઓ રાજકારણમાં સીધા સામેલ થવું તેમને પસંદ નથી,પણ રાજકારણમાં તેમનો પ્રભાવ જરૂર જોવા મળે છે.આ કારણથી જ આસામના મુખ્યમંત્રીઓ મારવાડી સમાજના કાર્યક્રમમાં સામેલ થાય છે.

મોટી સંખ્યામાં મારવાડીઓના મત હોવાના લીધે ભાજપે તેજપુરથી મારવાડી ઉમેદવાર ઉતર્યા છે.બંગાળી અને બિહારી સમાજના લોકો પણ અહીં વસે છે.ચૂંટણીમાં રાજકીય પક્ષો મારવાડીની સાથે બંગાળી અને બિહારી સમાવજનું પણ ધ્યાન રાખે છે.

Share Now