ભાવનગર : ભાવનગર જિલ્લા પોલીસ વડાએ એલઆરડીથી લઈ એએસઆઈ કક્ષા સુધીના ૧૧૬ પોલીસ કર્મચારીઓની જિલ્લામાં આંતરિક ફેરબદલી કરી હતી.તો, ૧૦ જેલાં કર્મચારીઓની બઢતીના ઓર્ડર પણ કરવામાં આવ્યા હતા.
જિલ્લા પોલીસ વડા રાઠૌરે જણાવ્યું કે, ભાવનગર જિલ્લા પોલીસ બેડામાં એક જ સ્થળે પાંચ કે તેથી વર્ષથી એક જ સ્થળે ફરજ બજાવતાં લોક રક્ષક દળ,પોલીસ કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ તથા આસિસ્ટન્ટ પોલીસ ઈન્સ્પેક્ટર કેડરના ૧૧૬ કર્મચારીઓની જિલ્લામાં આંતરિક ફેરબદલી કરવામાં આવી છે.
આ બદલીઓમાં જે કર્મચારીઓ એક જ સ્થળે પાંચ વર્ષથી સતત ફરજરત હોય તેમને અન્યત્ર મુકવામાં આવ્યા છે.તો, અમુક કિસ્સામાં જેમણે કારણો સાથે બદલીની વિનંતી કરી હોય તેમને પણ નિયમોનુસાર પસંદગીનું સ્થળ આપવામાં આવ્યું છે.આ ઉપરાંત, ડ્રાઈવર અને ૧૦ જેટલાં પોલીસ કર્મચારીઓની બઢતીના ઓર્ડર પણ કરાયા હોવાનું તેમણે અંતમાં જણાવ્યું હતું.