પીએમ નરેદ્રભાઈ મોદીએ રૂ. 1200 કરોડના 5 વિકાસકાર્યોનું ઉદ્ધાટન કરી ચુંટણીઓ પહેલા તેમની સરકારે કરેલા કામો નો આડકતરો ઈશારો આપી દીધો છે.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શરૂઆત માં જનતા ને મજામાં? પૂછીને સંબોધન શરૂ કર્યું કરી 25 મિનિટ ભાષણ કર્યું હતું.પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ચ્યુઅલ રીતે ગુજરાતમાં પોતાની હાજરી પુરાવી ગુજરાતમાં હાલ ચાલી રહેલા આમ આદમી પાર્ટીના અભિયાન વચ્ચે વિકાસના વાસ્તવિક કામો ને લોકો વચ્ચે દર્શાવ્યા હતા.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમદાવાદમાં સાયન્સ સિટી ખાતે એક્વાટિક અને રોબોટિક ગેલેરી તેમજ ગાંધીનગરમાં અપગ્રેડ કરવામાં આવેલું રેલવે સ્ટેશન,ફાઈવ સ્ટાર હોટલ તથા વડનગરના રેલવે સ્ટેશનનું પણ લોકાર્પણ કર્યું.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં રહીને વડનગરથી વારાણસી સુપર ફાસ્ટ ટ્રેનને લીલીઝંડી આપી જનતા માટે ખુલ્લા મૂકી પાર્ટી એ કરેલા કામો ની ઝલક બતાવી હતી.
આ પ્રસંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ,કેન્દ્રીય રેલવેમંત્રી અશ્વિની વૈષ્ણવ અને મુખ્યમંત્રી વિજય રૂપાણી,નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિતના મહાનુભાવોની હાજરી પણ સૂચક હતી અને ચુંટણીઓ પૂર્વે જનતાના દિલમાં સ્થાન બનાવવા કામો વાસ્તવિક રીતે રજૂ કર્યા હતા.રાજ્યના પાટનગર ગાંધીનગર ખાતે ‘ગાંધીનગર કેપિટલ રેલવે સ્ટેશન’ તેમજ ફાઈવ સ્ટાર હોટલ ખુલ્લી મૂકી ગરીબ અને અમિર બન્ને એકજ સ્થળે લાભ લઇ શકે તે રીતના વતાનુકૂલિત રેલવે વ્યવસ્થા ઉભી કરી પાર્ટી દ્વારા કરાયેલા કામો ની ઝલક આપી હતી.ગુજરાતને દેશના સૌથી વિકસિત રાજ્ય તરીકે આગળ વધારવા મોદીજી જ્યારે ગુજરાતના સીએમ હતા ત્યારે જે સંકલ્પ કર્યો હતો તેના ભાગરૂપે જ ગાંધીનગર ખાતે વૈશ્વિક સ્તરનું ‘મહાત્મા મંદિર કન્વેન્શન સેન્ટર કોમ્પ્લેક્સ’ સાકાર થયું હોવાનું પાર્ટીના સૂત્રો એ જણાવ્યું હતું.
જોકે,ભાજપના વિકાસના કામોના ઉપરા ઉપરી લોકાર્પણ થઈ રહયા છે ત્યારે જનતામાં દિન પ્રતિદિન વધી રહેલા પેટ્રોલ-ડીઝલ ના ભાવોને લઈ ફૂલ નારાજગી જોવા મળી રહી છે અને ભાજપ ના વિકાસના કામોના લોકાર્પણ પણ નજર અંદાજ કરી રહ્યા નો માહોલ જોવા મળી રહ્યો છે, ત્યારે હાલ માં ક્રૂડના ભાવો તળિયે પહોંચી ગયા છે ત્યારે પેટ્રોલ-ડીઝલ ના વાસ્તવિક ભાવોનો લાભ જનતા ને મળશે તો આપોઆપ પાર્ટીની વજન વધી જશે ત્યારે ભાજપે હવે પેટ્રોલ-ડીઝલના ભાવો ઘટાડવા તરફ ધ્યાન આપવા લોકો સલાહ આપી રહયા છે.