તાંતીથૈયાના ચર્ચિત હિટએન્ડ રન પ્રકરણમાં આખરે કાર ચાલક ઝડપાયો

106

– તાંતીથૈયામાં દંપતીની મોટરસાયકલને ટક્કર મારી પતિના મૃતદેહને 12 કિમિ ઢસડી જનાર કારચાલક આખરે પોલીસને હાથલાગ્યો છે કાર ચાલકે પોલીસ સમક્ષ નિવેદન આપ્યું કે તેને અકસ્માત બાદ મૃતદેહ કાર નીચે અટક્યો છે તેની જાણ જ ન હતી

બારડોલી : અઠવાડિયા અગાઉ તાંતીથૈયાના ચર્ચિત હિટ એન્ડ રન જેવા ગંભીર ગુનો સામે આવ્યો હતો.ગત 18 જાન્યુઆરીના રોજ મોડી રાતે મોટરસાયકલ પર જઈ રહેલા દંપતીની મોટરસાયકલને પાછળથી કારે ટક્કર માર્યા બાદ પતિ સાગર પાટીલ એકાએક ગાયબ થઈ જવાની ઘટના ચર્ચાનો વિષય બન્યો હતો.જોકે બીજા દિવસે પતિ સાગરની લાશ ઘટનાના 12 કિમિ દૂર કોસમાડા ગામની હદમાં મળી આવતા ભારે તર્કવિતર્ક સર્જાયા હતા.

આ ઘટનામાં એક જાગૃત નાગરિક અકસ્માત બાદનો કારનો વિડિયો બનાવી પોલીસ અધિકારીને મોકલી આપતા,કારની ઓળખ GJ 19 BA 0222 થઈ હોવાનું રહસ્ય ખુલ્યું હતું.કાર સુરતમાં બિલ્ડરના વ્યવસાય સાથે સંકળાયેલા બીરેન શિવાભાઈ લાડુમોર (ઉ.વ.22 રહેમ 801,802, ત્રિમૂર્તિ બિલ્ડીંગ સરથાણા જકાતનાકા નજીક સુરત શહેર મૂળ મોટા આશરાણા તા.મહુવા જી.ભાવનગર ) નામે રજીસ્ટર હોવાની માહિતી હતી.કડોદરા પોલીસે અકસ્માત કરેલ કારને સુરત શહેરના સરોલી ખાતેથી ખુલ્લા પાર્કિંગ માંથી કબજે લીધી હતી.

જિલ્લા પોલીસ વડા હિતેશકુમાર જોઇશરનાઓએ ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ તપાસમાં આદેશ આપ્યા હતા.જે અંતર્ગત જિલ્લા LCB પોલીસ પી.આઈ.બી.શાહ નાઓને અંગત રાહે મળેલ બાતમીના આધારે આરોપી બીરેન શિવાભાઈ લાડુમોરને કામરેજ ખાતેના ટોલપ્લાઝા પરથી બીરેનને ઝડપી પાડવામાં આવ્યો હતો.બીરેનને પોલીસે ધરપકડ કરી ઘટનાના દિવસ અંગે હકીકત અંગે પ્રાથમિક પૂછપરછ કરતા અકસ્માત બાદ લોકોના મારના ભયથી બીરેનને ગાડી ઝડપ ભેર હંકારી ઘટના સ્થળેથી ભાગી છૂટ્યો હતો.અકસ્માત બાદ પકડાઈ જવાના ડરથી ગાડીને પોતાના ઘરે નહિ લઈ જવા માંગતો હોવાથી સારોલી ખાતે ખુલ્લા પાર્કિગમાં મૂકી ભાગી છૂટ્યો હતો.અકસ્માત બાદ ગાડીના નીચે મૂર્તદેહ ભેરવાયને 12 કિમિ દૂર ઘસડાઈ આવ્યો હતો જે વાતની જાણ જ ન થઈ નહિ હોવાનું જણાવ્યું હતુ.વધુમાં સમગ્ર પ્રકરણ બહાર આવતા આરોપી પોતાના વતનમાં ભાગી જવાનો હતો ત્યારે પોલીસને હાથે ચઢ્યો હોવાનું પોલીસ નિવેદનમાં જણાવ્યું હતુ.

Share Now