સુરતના રાજહંસ ગ્રુપના લગ્નનો મંડપ- કંકોત્રી અને લગ્ન ચર્ચામાં : અંદાજિત 60 કરોડનો ખર્ચ કરાયો !! જુઓ વિડીયો

42433

– રાજહંસ ગ્રૂપના ચેરમેન જયેશ દેસાઈના લઘુબંધુ વિજય દેસાઈની પુત્રીના લગ્નમાં બોલીવુડની ફિલ્મોને પાછળ પાડે તેવો લગ્નનો શાહી મંડપ સુરતમાં તૈયાર કરાયો
– લગ્ન પ્રસંગમાં બોલીવુડની અભિનેત્રી રવીના ટંડન,નોરાહ ફતેહી,દિગ્દર્શક બોની કપૂર તેમજ ક્રિકેટર સચિન તેંડુલકર તેના પત્ની અંજલિ તેંડુલકર,ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલ અને યોગગુરુ બાબા રામદેવ સહીત રાજકારણીઓ,સરકારી અધિકારીઓ હાજર રહ્યા હતા
– ચારધામ મંદિરનો સેટ તૈયાર કરતા શહેરમાં પણ ચારે બાજુ આ લગ્ન મંડપની તેમજ અત્યાર સુધીના કહેવાય રહેલા એવા સૌથી મોંઘા લગ્નની ચર્ચાઓ

સુરત,તા.28 જાન્યુઆરી 2023,શનિવાર : એડિટર – જિગર વ્યાસ : આજકાલ લગ્નમાં તામઝામના નામે કરોડો રૂપિયા ખર્ચવાનો એક નવો ટ્રેન્ડ ખાસ સમુદાયના ધનિક વર્ગમાં ચાલી રહ્યો છે.સમગ્ર રાજ્યમાં કેટલાક મોટા ગજાના ઉદ્યોગપતિઓ ફોરેન ડેસ્ટિનેશન પસંદ કરી ગુપ્તતા જાળવી સામાન્ય લોકોની નજરથી બચવા લગ્ન પ્રસંગ યોજી લો પ્રોફાઈલ રહેવાનું પસંદ કરતા હોય છે,જયારે કેટલાક વિશષ્ટ વર્ગના લોકો આવી લો પ્રોફાઈલ લાઈફ સ્ટાઇલને પસંદ કરતા નથી.અને ચર્ચાના કેન્દ્રમાં તેમજ તામઝામ રહેવાના શોખીન હોય છે જેમાં હવે અનોખા અંદાજમાં લગ્ન આયોજન કરવાની યાદીમાં સુરતના રાજહંસ ગ્રુપના બિલ્ડર જયેશ દેસાઈનું પણ નામ ઉમેરાઈ ચૂક્યું છે.કારણ કે સુરતના જાણીતા રાજહંસ ગ્રુપના ચેરમેન જયેશ દેસાઈના ભત્રીજી અને તેમના લઘુબંધુ વિજય દેસાઈના સુપુત્રીના લગ્નનો ચારધામનો મંડપ અને લગ્નમાં ખર્ચાયેલા કરોડો રૂપિયા શહેરના તમામ વર્ગના લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે.

રાજહંસ ગ્રુપના બિલ્ડર વિજય દેસાઈના પુત્રીના લગ્ન પ્રસંગમાં કરોડો રૂપિયાનો અદભુત,આલિશાન,અકલ્પનીય અને અવિશ્વસનીય સેટ તૈયાર કરાવ્યો છે.આ ઉપરાંત આ લગ્ન પ્રસંગમાં બોલીવુડ અને રાજકારણની અનેક મોટી હસ્તીઓ મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. 27 જાન્યુઆરીના રોજ સુરતના ડુમસ રોડ ખાતે આવેલ પાર્ટી પ્લોટમાં આ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં અભિનેત્રી રવીના ટંડન,નોરાહ ફતેહી,દિગ્દર્શક બોની કપૂર તેમજ ક્રિકેટર સચિન તેંડુલકર તેના પત્ની અંજલિ તેંડુલકર,ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલ અને યોગગુરુ બાબા રામદેવ સહીત રાજકારણીઓ,સરકારી અધિકારીઓ હાજર રહ્યા હતા.

કહેવાઈ છે કે શહેરના ખુબ જ લિમિટેડ લોકોને અને રાજહંસ ગ્રુપના ચેરમેન જયેશ દેસાઈના અત્યંત નિકટના ને જ મેહમાન તરીકે આમંત્રણ આપવામાં આવ્યું હતું.ગઈકાલે તેમની ભત્રીજીના લગ્ન યોજાય ચુક્યા છે પરંતુ આ લગ્નમાં 35 હજાર કે 40 હજાર રૂપિયાની કંકોત્રી પણ આમંત્રણ અર્થે ખાસ મેહમાનોને મોકલવામાં આવી હતી.આ મોંઘીદાટ કંકોત્રીને લઇ છેલ્લા એક પખવાડિયાથી શહેરના ઉદ્યોગ જગત અને કોર્પોરેટ લોબીથી લઇ હાઈપ્રોફાઈલ લોબીમાં ચર્ચા ચાલી રહી હતી,જે અનુસાર માત્ર કંકોત્રી જ 35 હજાર રૂપિયા કરતા વધુની હોય સમગ્ર લગ્ન પ્રસંગના આયોજનમાં મેહમાનનવાજી કરવા અંદાજિત 60 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે.

સામાન્ય રીતે લોકો લગ્નને યાદગાર બનાવવા માટે ફોટોશૂટનો ખર્ચ કે હનીમૂન ડેસ્ટિનેશનને લઇ બજેટ અનુસાર ઘણા વિચારો પછી તૈયારી કરતા હોય છે પરંતુ આ બધી વાતોથી અલગ બિલ્ડર જયેશ દેસાઈએ લગ્ન પ્રસંગમાં આવતા તમામ મહેમાનોને ચારધામની યાત્રા કરાવી છે.લગ્ન માટે તૈયાર કરાયેલા આ આલિશાન મંડપ માટે ચાર જ્યોતિર્લિંગના આબેહૂક મંદિર બનાવવામાં આવ્યા હતા.એન્ટ્રી ગેટથી પ્રવેશ કરતા જાણે દેવભૂમિ પહોંચી ગયા હોય તેવી અનુભૂતિ થાય એ પ્રકારે આખો સેટ ઉભો કરવામાં આવ્યો હતો.જેની પાછળ અંદાજિત અહીં મધ્યપ્રદેશ ખાતે આવેલ મહાકાલનું મંદિર,ઉતરાખંડમાં આવેલ કેદારનાથ,ગીર સોમનાથ સ્થિત આવેલ સોમનાથનું મંદિર અને આંધ્રપ્રદેશ ખાતે આવેલા મલ્લિકાર્જુનનું મંદિર બનાવવામાં આવ્યું હતું.આ ઊપરાંત શંકરાચાર્યના ચાર મઠ જેમાં બદ્રીનાથ,દ્વારકા,જગન્નાથપુરી,રામેશ્વરમનો સમાવેશ થાય છે.આ આખો સેટ એ રીતે તૈયાર કરાયો છે કે અહીં આવનાર મહેમાન એક સમય માટે જાણે મંદિર જ પહોંચી ગયા હોય તે રીતની અનુભૂતિ કરે અને ત્યારબાદ તેઓ લગ્ન મંડપમાં પ્રવેશ કરશે.જ્યાં વરમારા અને લગ્ન વિધિ માટે તૈયાર કરાયેલા મંડપ પણ મહેલની જેમ તૈયાર કરવામાં આવ્યો છે.આ ઉપરાંત મહેમાનોની બેઠક વ્યવસ્થા પણ ખુબજ સુંદર ગોઠવવામાં આવી હતી.

આ વિશાળ લગ્ન મંડપ તૈયાર કરવા માટે લગ્નના ત્રણ મહિના પહેલાથી તેની તૈયારી શરૂ કરવામાં આવી હતી.ડુમ્મસ રોડ ખાતે આવેલ એક પાર્ટી પ્લોટની 25 વીઘા જમીનમાં આ સેટ તૈયાર કરવામાં આવ્યો છે.જ્યાં પીઓપી,પીવીસી,થર્મોકોલનો ઉપયોગ કરીને સેટ અપ કરાયો અને તેને બનાવવા માટે છેલ્લા 3 મહિનાથી 300 મજૂરો કામ કરી રહ્યા હતા.અત્યાર સુધી ક્યારેય ન જોયો હોય તે રીતે આ આખો લગ્નનો સેટ તૈયાર કરવામાં આવ્યો છે.આ ઉપરાંત લગ્ન બાદ સંગીત સંધ્યાનું પણ આયોજન કરવામાં આવ્યું છે.અને તેના માટે પણ અલગ સેટ બનાવવામાં આવ્યો હતો.લાખો રૂપિયાના ઝુમ્મરો,તોરણ,લેમ્પ સહિત અનેક કિંમતી શણગારોથી આ કરોડ રૂપિયાનો મંડપ તૈયાર કરવામાં આવ્યું હતો.એક અંદાજા મુજબ આ લગ્ન ગુજરાતના અત્યાર સુધીના સૌથી મોંઘા લગ્ન માનવામાં આવી રહ્યા છે.જેનો કુલ ખર્ચો 60 કરોડ સુધીનો મનાઈ રહ્યો છે.જેમાં મંડપ પાછળ જ 25 કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા છે.

આ સમગ્ર લગ્ન પ્રસંગના ઇવેન્ટ મેન્જમેન્ટનો કારભાર મુંબઈ સ્થિત એમ.કે ઈવેન્ટ્સ કંપનીને આપવવામાં આવ્યો છે.જયારે ગતરોજ લગ્ન પ્રસંગે જમણવારનો કોન્ટ્રાકટ લાખાણી કેટરર્સને આપવામાં આવ્યો હતો અને આજે સંગીત સંધ્યામાં ફૂડલિંક લક્ઝરી કટરર્સને કોન્ટ્રાકટ આપવામાં આવ્યો છે,જેમાં ફૂડ ડિશની અંદાજિત કિંમત 4000 કે 5000 રૂપિયા વ્યક્તિદીઠ આંકવામાં આવી રહી છે.જેમાં કુલ 800 ફેમિલિને કંકોત્રી આપી આમંત્રિત કરવામાં આવ્યા છે.ગઈકાલે લગ્ન પ્રસંગ અને આજે સંગીત સંધ્યાના કાર્યક્રમમાં કુલ 5000 કરતા વધુ મહેમાનો આ પ્રસંગે હાજરી આપશે જેમાં જમણવાર પાછળ અંદાજિત 20 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે.

રાજહંસ ગ્રુપે ઉલ્ટી ગંગા વહાવી : લગ્ન અગાઉ સંગીત સંધ્યાના સાથને ગઈકાલે લગ્ન સંપન્ન થયા બાદ આજે સાંજે સંગીત સંધ્યા યોજાશે

સામાન્યપણે લોકો લગ્ન અગાઉ સંગીત સંધ્યા કે ડી.જે પાર્ટીનું આયોજન કરતા હોય છે પરંતુ રાજહંસ ગ્રુપના વિજયભાઈ દેસાઈના સુપુત્રીના લગ્ન ગઈકાલે યોજાય ચુક્યા છે જયારે આજે સાંજે સંગીત સંધ્યાનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો છે.આજરોજ બોલીવુડના એક્ટર રણબીર સિંહ,અભિનેત્રી કેટરિના કૈફ સહીત સંખ્યાબંધ નામી હસ્તીઓ મુંબઈથી સુરત આ લગ્ન પ્રસંગે હાજરી આપવા આવી પહોંચશે.આ બોલિવુડ અને અન્ય હસ્તીઓને અનુકુળતા રહે તે માટે આજે સંગીત સંધ્યા લગ્નના બીજા દિવસે યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે.

રાજનેતાઓ અને બોલીવુડ સ્ટાર એ લગ્ન પ્રસંગમાં આપી હાજરી

આ શાહી લગ્નમાં દેશભરમાંથી મહેમાનો ને આમંત્રિત કરાયા છે જેમાં ખાસ કરીને બોલીવુડના પ્રખ્યાત સેલિબ્રિટીસ,ધર્મગુરુઓ અને રાજનેતાઓને આમંત્રિત કરવામાં આવ્યા હતા. લગ્નના દિવસે સચિન તેંડુલકર તેમના પત્ની અંજલી તેંડુલકર,બાબા રામદેવ,નોરા ફતેહી સહિત અનેક સેલિબ્રિટી લગ્નમાં હાજરી આપવા પહોંચ્યા હતા.આ ઉપરાંત લગ્નના બીજા દિવસે આયોજિત સંગીત સંધ્યાના કાર્યક્રમમાં બોલીવુડની અનેક હસ્તીઓ હાજરી આપશે.જેને પગલે આ લગ્ન મંડપમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે.

રાજહંસ ગ્રુપના ચેરમેન જયેશ દેસાઈની ભત્રીજીના આ લગ્ન પ્રસંગે ઈન્ક્મટેસ,જીએસટી અને પોલીસ વિભાગ સહીત અન્ય સરકારી ખાતાના અધિકારીઓ પણ લગ્ન પ્રસંગે હાજર રહ્યા હતા.આ ઉપરાંત રાજ્યના ટોચના ભાજપના કેટલાક રાજકારણીઓને પણ આમંત્રણ આપવામાં આવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે.

રાજહંસ ગ્રુપના જયેશ દેસાઈ અગાઉ સચિન તેંડુલકરની ગિફ્ટેડ ફેરારી કાર લઈને ચર્ચામાં આવ્યા હતા

‘360 મોડેના ફેરારી ‘, જે એક સમયે બેટિંગ આઇકોન સચિન તેંડુલકરની પ્રીમિયમ કારોના કાફલામાં ગૌરવનું સ્થાન ધરાવતું હતું,તે હવે રાજહંસ ગ્રુપના ચેરમેન જયેશ દેસાઈ પાસે છે.રાજ હંસ ગ્રૂપના ચેરમેન જયેશ દેસાઈએ આ કાર વર્ષ 2011માં ખરીદી હતી.જાણકારોના મતે જયેશ દેસાઈએ આ કાર 5 કરોડ રૂપિયામાં ક્રિકેટર સચિન તેંડુલકર પાસે ખરીદી હતી અને જે તે સમયે મીડિયાએ કારની કિંમતને લઇ પ્રશ્નો પૂછ્યા હતા,જેનો જવાબ આપવાનું તેમને ટાળ્યું હતું કારણ કે આ ફેરારી કારણે લઇ અગાઉ ટેક્સ સંબંધિત વિવાદ થઇ ચુક્યો હતો અને નવો વિવાદ ન જન્મે એ આશયે તેમને મીડિયાને જવાબ આપ્યો ન હતો.

આ એ જ ફેરારી છે કે જે સમયે તેંડુલકરને રેસિંગ લિજેન્ડ માઈકલ શુમાકર દ્વારા રજૂ કરવામાં આવી હતી.આ ફેરારી 2003માં વિવાદમાં ફસાઈ ગઈ હતી જ્યારે અહેવાલ આવ્યા હતા કે તેંડુલકરે તેને ભેટ તરીકે મળી હોવા છતાં અને ટુર્નામેન્ટમાં ઈનામ તરીકે ન જીતવા છતાં કસ્ટમ ડ્યુટી માફી માટે વિનંતી કરી હતી.

ઑગસ્ટ 2003માં, નાણા મંત્રાલયે તેંડુલકરને વાહન માટે આયાત ડ્યૂટી માટે લગભગ ₹1.13 કરોડ (અંદાજે USD 245,000) ચૂકવવામાંથી મુક્તિ આપી હતી,જેની કિંમત ₹75 લાખ (અંદાજે USD 162,600) હતી.

આ કાર તેમને FIAT દ્વારા ભેટમાં આપવામાં આવી હતી,જે પ્રીમિયમ ફેરારી કારનું ઉત્પાદન કરે છે અને તેંડુલકર દ્વારા સમર્થન આપવામાં આવ્યું હતું,જ્યારે ભારતીય બેટિંગ લિજેન્ડ ડોન બ્રેડમેનની 29 ટેસ્ટ સદીઓની સંખ્યાની બરાબરી કરી હતી.

Share Now