ભરૂચ અગ્નિકાંડમાં 18 લોકોના મોત, તપાસ માટે બે સીનિયર અધિકારીઓ પહોંચ્યા હોસ્પિટલ

109

ભરૂચ : એક તરફ રાજ્યમાં કોરોના દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે.મૃત્યુઆંક પણ વધી રહ્યો છે.ત્યારે ગત મોડી રાત્રે ભરૂચમાં આવેલી કોવિડ હોસ્પિટલમાં આગ લાગવાની ઘટનામાં 18 લોકોના મૃત્યુ થયા છે.ભરૂચની પટેલ વેલફેર હોસ્પિટલમાં મધરાતે અચાનક આગ ફાટી નીકળતા 18 દર્દીઓના મૃત્યુ થયા હતા.હવે અહીં તપાસ માટે આઈએએસ અધિકારીઓ પહોંચ્યા છે.

બે સીનિયર અધિકારીઓ પહોંચ્યા

ગુજરાત સ્થાપના દિવસ નિમિતે હોસ્પિટલમાં આગ લાગ્યા બાદ 18 લોકોના મૃત્યુ થતાં રાજ્યમાં હાહાકાર મચી ગયો છે.પ્રધાનમંત્રી મોદીએ પણ ટ્વીટ કરી આ દુર્ઘટના પર સંવેદના વ્યક્ત કરી હતી.હવે અહીં તપાસ માટે બે સીનિયર અધિકારી વિપુલ મિત્રા અને રાજકુમાર બેનિવાલ પહોંચી ગયા છે.હોસ્પિટલનું સ્થળ નિરીક્ષણ કરી અધિકારીઓએ તપાસ શરૂ કરી છે. તો સાંસદ મનસુખ વસાવા પણ પટેલ વેલફેર હોસ્પિટલ પહોંચ્યા છે.

મોડી રાત્રે લાગેલી આગમાં 18 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે.જેમાં 16 દર્દીઓ અને બે હોસ્પિટલ સ્ટાફનો સમાવેશ થાય છે.આ દુર્ઘટના પર મુખ્યમંત્રી વિજય રૂપાણીએ દુખ વ્યક્ત કર્યુ હતુ અને તપાસના આદેશ આપ્યા હતા.સાથે મૃતકોના પરિવારને ચાર-ચાર લાખ રૂપિયાની સહાય આપવાની પણ જાહેરાત કરી હતી.

Share Now