પોલીસને ચકરાવે ચઢાવે તેવી અંકલેશ્વરની મર્ડર મિસ્ટ્રી, એક બેગમાંથી ઘડ-માથુ મળ્યું, ને બીજી બેગમાંથી અન્ય અંગો

61

– ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં સતત બે દિવસથી બેગમાં ભરેલા માનવ અંગો મળી રહ્યાં છે
– ક્રૂરતાથી શરીરને રહેંસી નાંખીને તેના ટુકડા કરીને તેને બેગમાં ભર્યાં,અને અંકલેશ્વરનાં વિવિધ ગામડાની સીમમાં નાંખી દેવાયા
– પોલીસ તપાસમાં લાગી કે, બંને બેગમાં એક જ વ્યક્તિની લાશ છે કે અલગ અલગ વ્યક્તિની

ભરૂચ : અંકલેશ્વર તાલુકાના અમરતપુરા ગામની સીમમાંથી ગતરોજ તેમજ આજે સારંગપુર ફાટક પાસેથી એક ધડ માથા વગરના મૃતદેહના અંગો મળી આવતા ચકચાર મચી જવા પામી છે.સ્થાનિકોએ પોલીસને જાણ કરતાં પોલીસે ઘટના સ્થળે પહોંચીની આગળની કાર્યવાહી હાથ ધરી છે.આ મૃતદેહ કોઈ રિક્ષા ચાલક પ્લાસ્ટીકની બેગમાં મૃતદેહ નાખી ગયો હોવાનું પ્રત્યક્ષ દર્શીએ જોયું હોવાનું પોલીસ તપાસમાં ખૂલ્યુ છે.

અંકલેશ્વર તાલુકાના અમરત પુરા ગામની સીમમાં આજે પ્લાસ્ટીકની બેગમાં કાપેલા હાથ અને પગ મળી આવ્યા હતા.ધડ માથા વગરના મૃતદેહ અંગે સ્થાનિક રહીશોએ અંકલેશ્વર શહેર પોલીસને જાણ કરી હતી.જેના પગલે પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.

જેના બાદ આજે બીજા દિવસે અંકલેશ્વરના સારંગપુર ફાટક પાસેથી અન્ય અંગો ભરેલી બેગ મળી આવી છે.ત્યારે અંકલેશ્વરની પોલીસ પણ ગૂંચવાઈ ગઈ છે.હાલ પોલીસ આ મર્ડર મિસ્ટ્રી સોલ્વ કરવામાં લાગી છે.

Share Now