PM નેતન્યાહૂના વિરોધમાં લાખો લોકો રસ્તા પર ઉતર્યાં, જાણો કેમ ઇઝરાયેલમાં થઈ રહ્યાં છે સૌથી મોટા વિરોધ પ્રદર્શનો

45

ઇઝરાયેલમાં એક લાખથી વધુ લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે.આ લોકો નેતન્યાહૂની સરકાર દ્વારા ન્યાયિક પ્રણાલીમાં કરવામાં આવેલા ફેરફારની યોજનાનો વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે.તેમનો આરોપ છે કે ન્યાયિક પ્રણાલીમાં ફેરફારની યોજનાથી દેશના બુનિયાદી લોકતાંત્રિક સિદ્ધાંતોને ખતરામાં નાખી રહ્યાં છે.આરોપ છે કે સરકારના આ નિર્ણયથી કોર્ટની શક્તિઓ ઓછી થશે.

ઇઝરાયેલી મીડિયા ધ ટાઈમ્સ ઓફ ઇઝરાયેલ મુજબ શનિવાર રાત્રે એક લાખથી વધુ લોકો તેલ અવીવમાં રસ્તા પર ઉતરી આવ્યા અને જોરદાર વિરોધ પ્રદર્શનો કર્યા.આ વિરોધ પ્રદર્શનને ઇઝરાયેલના ઈતિહાસમાં સૌથી મોટા વિરોધ પ્રદર્શન ગણાવવામાં આવી રહ્યાં છે.આ ઉપરાંત જેરુસલેમ,હાઈફા,બેર્શેબા,હર્ઝલિયા સહિત દેશભરના અનેક શહેરોમાં હજારો લોકો રસ્તા પર રેલી પણ કાઢી.

જણાવી દઈએ કે આ પહેલાં ગત સપ્તાહે પણ તેલ અવીવમાં મોટા પાયે વિરોધ પ્રદર્શન થયા હતા.રિપોટ્સ મુજબ ત્યારે ત્યાં 80 હજારથી વધુ લોકો પ્રદર્શનમાં સામેલ થયા હતા. પ્રદર્શનોને કારણે મધ્ય તેલ અવીવમાં અનેક સડકોને પ્રદર્શનકારીઓએ બંધ કરી દીધા.જેને હટાવવા માટે મોટી સંખ્યામાં પોલીસ દળ તૈનાત કરી દેવાઈ હતી.પ્રદર્શનકારીઓનું કહેવું છે કે ન્યાય મંત્રી યારિવ લેવિન દ્વારા લાવવામાં આવેલા પ્રસ્તાવથી હાઈકોર્ટની ન્યાયિક સમીક્ષા શક્તિઓ પર પ્રભાવ પડશે અને જજની નિયુક્તી પર રાજનીતિક નિયંત્રણ થશે,જેનાથી ન્યાયપાલિક નબળી પડી શકે છે.

કંઈક ખોટું થઈ રહ્યું છે

ઇઝરાયેલી લેખક ડેવિડ ગ્રોસમેને ભીડને સંબોધિત કરી અને કહ્યું- ‘ઇઝરાયેલની સ્થાપના એટલા માટે કરવામાં આવેલી કે જેથી વિશ્વમાં એક એવી જગ્યા હોય જ્યાં યહૂદી લોકો ઘર જેવો અનુભવ કરે.પરંતુ આટલી મોટી સંખ્યામાં ઇઝરાયેલી પોતાના જ દેશમાં અજનબી જેવો અનુભવ કરે છે તો બની શકે છે કે કંઈક ખોટું થઈ રહ્યું છે.હવે અંધકારનો સમય છે.હવે ઊભા થવાનો અને બૂમો પાડવાનો સમય છે કે આ જમીનમાં આપણી આત્મા વસે છે.આજે જે કંઈ થઈ રહ્યું છે,તે નિર્ધારિત કરશે કે આપણે કોણ છીએ અને આપણાં બાળકો શું બનશે. કેમકે જો ઇઝરાયેલ હવે બદલાય છે તો જે આશા છે કે તેને બનાવવામાં આવ્યું હતું, ગવાન ન કરે પછી આ નિશ્ચિત રૂપથી ખતમ થઈ જશે.’

લોકતંત્ર હંમેશા સરમુખત્યારશાહીને હરાવશેઃ પૂર્વ રક્ષા મંત્રી

રિપોર્ટ મુજબ પૂર્વ રક્ષા મંત્રી અને વિરોધ કરી રહેલા મુખ્યા નેતા મોશે કે લોનના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂની સરકારને ગુનેગારોની સરમુખત્યારશાહી ગણાવી.તેમણે કહ્યું કે એક દેશ જેમાં વડાપ્રધાન તમામ જજની નિમણૂંક કરશે,તેના માટે એક નામ છે, સરમુખત્યારશાહી.જે રીતે આપણે સીરિયા અને ઈજિપ્તને નુકસાન કરવાથી રોક્યા,આપણે નેતન્યાહૂને પણ ઇઝરાયેલને બરબાદ કરતા રોકીશું.આપણે આવું કરવું જ પડશે કેમકે દરેક રાજ્ય અને તેમના ભવિષ્યની ચિંતા કરીએ છીએ. લોકશાહી હંમેશા સરમુખત્યારશાહીને હરાવશે.

Share Now