દમણ દારૂ પીવા જનારા માટે આવ્યા માઠા સમાચાર ; દમણ પોલીસે કર્યો આ દાવ !!

43

દમણ : રાજ્યમાં દારૂબંધી હોવાથી પીવાના શોખીન લોકો વરસાદ ની ખુશનુમા મોસમમાં હોટલના બારમાં ખાણી પીણી સાથે ઈંગ્લીશ દારૂ,બિયર પીવા દમણ જતા હોય છે પણ આવા લોકો માટે હવે એક માઠા સમાચાર સામે આવી રહયા છે જો તમે દારૂ પીવા જતા હોય ત્યારે કાર ચલાવવા માટે જે દારૂ ન પીતો હોય તેવો ડ્રાઇવર લઈ જવો પડશે નહિ તો રૂ.10,000 નો ચાંલ્લો કરવા તૈયાર રહેવું પડશે.

વિગતો મુજબ સંઘપ્રદેશમાં નવા MV એક્ટ મુજબ ટ્રાફિક નિયમના ભંગ બદલ હવે દંડની રકમ વધારી દેવામાં આવી છે.દમણમાં દારૂની છૂટ ભલે હોય પણ પીધેલી હાલતમાં વાહન ચલાવતા પકડાશો તો રૂ.10 હજારનો દંડ ભરવો પડશે.અન્ય રાજ્યોની સરખામણીમાં દમણમાં ઈંગ્લીશ દારૂ અને બિયર સસ્તો મળતો હોવાથી શનિ – રવિની રજામાં સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાંથી મોટી સંખ્યા માં લોકો દમણ આવતા હોય છે.પરંતુ હવે દમણમાં દારૂ પીધા બાદ જો કોઈ વ્હીકલ્સ ડ્રાઇવ કરતા પકડાય તો મોટો દંડ ભરવો પડશે.

દમણ પોલીસ દ્વારા હવે પીધ્ધડ ડ્રાઇવ અભિયાન ચાલુ કરી નશામાં વાહન ચલાવનારાને 10 હજારના દંડની વસુલાત કરવાનું શરૂ કરતા પીવાના શોખીનો ને હવે પોતાની સાથે વ્યસન નહિ ધરાવતા ડ્રાઇવર ને સાથે રાખવો પડશે.
જોકે, આ દંડ ની જોગવાઈ થી હવે અકસ્માત નું પ્રમાણ ઘટશે તેમ મનાઈ રહ્યું છે.

Share Now